Monday, June 8, 2026

મોરબી સીરામીક એસો.ના હોદેદારોએ મુખ્યમંત્રી, મંત્રીઓને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી

Advertisement
Advertisement
Advertisement

તાજેતરમાં ગુજરાત રાજ્યની અંદર મુખ્યમંત્રી અને મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ નવા મુખ્યમંત્રી અને મંત્રીઓએ પોતાનો પદભાર સંભાળ્યો છે. ત્યારે મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો અને સિરામિક ઉદ્યોગકારો મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ રૂબરૂ શુભેચ્છા પાઠવવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા.

ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી હર્ષભાઈ સંઘવી, રાઘવજીભાઈ પટેલ, જીતુભાઇ વાઘાણી, રાજેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ અરવિંદભાઈ રૈયાણી બ્રિજેશભાઇ મેરજા સહિતનાઓને રૂબરૂ મળીને મોરબી સિરામિક એશો. પ્રમુખ નિલેશ જેતપરીયા, કિરીટભાઈ ઓગણજા, મુકેશભાઈ કુંડારીયા અને વિનોદભાઈ ભાડજા તેમજ માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, માજી પ્રમુખ કિશોરભાઈ ભાલોડીયા, અનિલભાઈ વડાવિયા, મનોજભાઇ પટેલ, નિલેષભાઈ રાણસરિયા, સતિષભાઇ બોપલિયા સહિતનાએ શુભકામનાઓ પાઠવી હતી આ તકે મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી હિરેનભાઇ પારેખ તેમજ મોરબી બિલ્ડર એસો.ના ઉપપ્રમુખ રૂચિરભાઈ કરિયા પણ તેઓની સાથે જોડાયા હતા.

Related Articles

Total Website visit

1,607,880

TRENDING NOW