Monday, June 8, 2026

મોરબી: નગરપાલિકા ટાઉનહોલ ખાતે મહીલાઓને ઉઘોગ સાહસીકતા તથા યોજનાઓ અંગે જાગૃતિ લાવવા હેતુ કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

ગઈ કાલના રોજ મોરબીમાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે ઉમા ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા સ્થાનિક બહેનોમાં ઉદ્યોગ સાહસિકતા કેળવાય,તથા મહિલાલક્ષી વિવિધ વિભાગોની સર્કસરી યોજનાઓની માહિતી મેળવીને લાભ મેળવે તેવા આશયથી મહિલા અને બાળવિકાસ , ઈડીપી, મહિલા આર્થિક વિકાસ નિગમ – ગાંધીનગર વગેરે વિભાગો દ્વારા તાલીમવર્ગનું આયોજન બપોરે 1 થી 5 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ નો 85 જેટલા લાભાર્થી બહેનો એ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં મહિલા અને બાળવિકાસ અધિકારી શૈલેષભાઇ, ઈડીપી ગાંધીનગરથી કેશુભાઈ, મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગરથી અમિતભાઇ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના અગ્રણી મહિલા કાર્યકર મંજુલાબેન, હંસાબેન,જયશ્રીબેન, તથા ઉમા ફાઉન્ડેશનના હર્ષાબેન સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિષયો પર ઉપસ્થિત લાભાર્થી બહેનોને સંપૂર્ણ માર્ગદર્સન આપ્યું હતું.ઉમા ફાઉન્ડેશન વતી પરેશભાઈ અને ધર્મેશભાઈ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. .

Related Articles

Total Website visit

1,607,937

TRENDING NOW