(અહેવાલ :- ભવિષ જોષી – હળવદ)
હળવદ ના ચિત્રોડી ગામ ના વતની મુકેશભાઈ કુકાભાઈ સારલા,રઘા ભાઈ કુકાભાઇ સરલા,મુન્ના ભાઈ કુકભાઈ ત્રણે ભાઈઓ ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા. વાડીમાં પાણીના વારા ત્રણેય ભાઈઓના હતા.
જેમાં વાડીમાં પાણીના વારા બાબત ત્રણેય ભાઈઓમાં બોલાચાલી થતાં મંગળવારે સાંજે વાડીમાં પાણીની મોટર ચાલુ કરવા અને પાક ને પિયત માટે પાણી ના વારા બાબતે ત્રણેય ભાઈઓ વચ્ચે બોલાચાલી થતાં ઝઘડો થતાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મોટા અને નાના ભાઈ એ ૩૫ વર્ષ ના વચેતભાઈ મુકેશભાઈ કૂકાભાઈ સા પર છરી વડે હુમલો કરી મોત ને ઘાટ ઉતારેલ મૃતક ના પત્ની દક્ષાબેન અને તેમના ૧૨ વર્ષ ના પુત્ર ને ઇજા પહોંચતા સારવાર માટે હળવદ ની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા ત્યાં ફરજ પર ના ડોક્ટર મુકેશભાઈ પનારા એ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં પી આઇ દેકાવડિયા, તેમજ પોલીસ સ્ટાફ દીઘડિયા ગામની સીમમાં મૃતક ની લાશ હળવદ સરકારી દવાખાને લાવેલ અને ફરજ પરના અધિકારી મુકેશભાઈ પનારા એ પી એમ કર્યા બાદ લાશ ને પરિવાર જનો ને સોંપેલ.ત્યાર બાદ મૃતક ના પત્ની એ રધાભાઈ અને મુન્ના ભાઈ સામે હળવદ પોલીસ સ્ટેશન એ ફરિયાદ નોંધાવેલ છે.પોલીસે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે. વધુ તપાસ માટે પી આઇ દેકાવડીયા તેમજ પોલીસ કર્મીઓ આગળ ની કાર્યવાહી કરી રહ્યા છે.





