Wednesday, August 5, 2026

પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની મોટી જાહેરાત..!!

Advertisement
Advertisement
Advertisement

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યકક્ષાના શ્રમ, રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીનો ચાર્જ સંભાળતાની સાથે જ ગુજરાત રાજ્યના જિલ્લા વિકાસ અધિકારી સાથે તથા ગ્રામ ગૃહ નિર્માણના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વર્તમાન સ્થિતિ બાબતે ચર્ચા વિચારણા તેમજ સર્વાગી વિકાસ માટેના સૂચનો કરેલ હતા.

ત્યારે આજે પંચયાત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટુંક સમયમાં પંચાયત હસ્તકની ખાલી પડેલ ૧૫ હજાર જગ્યાઓ ભરવામાં આવશે. તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી સહિત ૬ થી ૭ સંવર્ગની જગ્યાઓ પણ ભરવા તથા રાજ્યમાં અન્નપૂર્ણા યોજના અગાઉ સરકારે બંધ કરી દીધી હતી. જે અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,624,571

TRENDING NOW