હળવદમાં શીવનગર જેટકો સબસ્ટેશન નજીક આઇશરે હડફેટે બાઇક સવારનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હળવદમાં શીવનગર જેટકો સબસ્ટેશન પાસે જાહેર રોડ ઉપર આઇશર ગાડી રજીસ્ટર નં- GJ-36-T-9717ના ચાલક આરોપીએ પોતાની આઇશર ગાડી બેદરકારીપુર્વક લોકોની જીંદગી જોખમાઇ તે રીતે સુસવાવ ગામ તરફથી પુરઝડપે ચલાવીને ફરીયાદી રમેશભાઇ ડાયાભાઇ મોરીના કાકાના દિકરા શીવમ નાગજીભાઇ મોરી (ઉ.વ. ૨૦)ના મોટર સાયકલ રજીસ્ટર નં- GJ-36-H-8680 સાથે સામેથી અથડાવી દીધું હતું. તેથી શીવમને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા મોત નિપજ્યું હતું. આ બનાવમાં હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદનાં આધારે આરોપી આઇસર ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.





