Monday, March 16, 2026

ચુંટણી બાબતે અગાઉ તકરાર ચાલતી હોય જેનો ખાર રાખી યુવાન પર હુમલો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં અગાઉની ચુંટણી બાબતે તકરાર ચાલતી હોય જે અંગે સામાવાળાની ઘરે જતા યુવાનને માર માર્યો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા આફતઅલી ઉર્ફે અસગર અલી ઉર્ફે અસો જાકમભાઈ નુરમામદભાઈ ભટ્ટીએ આરોપી રજીયાબેન ફારૂટભાઈ મોટલાણી (રહે. મદીના સોસાયટી મોરબી) વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીના બનેવીને આરોપી રજીયાબેનના પતીની સાથે અગાઉની ચુંટણી બાબતે તકરાર ચાલતી હોય અને જે અંગે ફરીયાદી ગત તા ૧૬ના રોજ સામાવાળા આરોપીના ઘરે જતા તકરાર થતા આરોપીએ ફરીયાદીને જમણી આંખથી નેણના ભાગે માર મારી ઇજા પહોંચાડી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. આ બનાવમાં ફરીયાદનાં આધારે પોલીસે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,712

TRENDING NOW