મોરબીના જુના બસ સ્ટેન્ડમા આવેલ પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇક શરતચૂકથી બદલાઇ જતા મોરબી પોલીસે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, નેત્રમના કેમેરાની મદદથી મૂળ માલિકને પરત અપાવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડમા આવેલ પાર્કિંગમાં દિનેશભાઈ પરમારે પોતાનું બાઇક પાર્ક કર્યું હતું. જે બાઇક સાંજે પાર્કિંગમાં ન મળતાં માલિકે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. જેને પગલે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા મારફતે તપાસ કરતા આ બાઇક અનિલભાઈ ભૂલથી ચાવી લાગી જતા લઈ જતા જોવા મળ્યા હતા. જે બાઇક મંગલમ હોસ્પિટલની બહાર પાર્ક કર્યું હતું. જે બાઇકને શોધી કાઢી મૂળ માલિક દિનેશભાઈને પરત અપાવ્યું હતું.





