ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીના હસ્તે ધ્વજારોહણ
મોરબીના વાલ્મિકી સમાજના વસાહતમાં આવેલ રામદેવપીરના મંદિરે ભાદરવી અગિયારસ નિમિતે આજથી રામદેવપીરના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આજે નોમના દિવસે વાલ્મિકી સમાજના વસાહતમાં આવેલ રામદેવપીરના મંદિરે ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીના હસ્તે નેજો ચડાવવામાં આવ્યો હતો.
મોરબીના જેલ રોડ ઉપર આવેલ વાલ્મિકી સમાજના વસાહતમાં આવેલા રામદેવપીરના મંદિરે ભાદરવી અગિયારસ નિમિત્તે આજથી રામપીરનો ત્રીદિવસ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આજે નોમના દિવસે ધાર્મિક પરંપરા અનુસાર વાલ્મિકી સમાજના લોકોની હાજરીમાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીના હસ્તે રામદેવપીરના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ તકે બન્ને મહાનુભાવોએ આ વિસ્તારમાં સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવીને ભગવાન રામદેવપીરના ઉત્સવ અંગે શુભેચ્છા પાઠવી હતી.





