Sunday, March 15, 2026

મોરબી યુવા આર્મી ગ્રુપના સભ્યે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય થકી મોરબી જિલ્લામાં દિવસ હોય કે રાત ૨૪ કલાક ઇમરજન્સી રક્ત માટે હંમેશા યુવા આર્મી ગ્રુપ ખડેપગે રહે છે. અને જરૂરિયાતમંદ દર્દીને રક્ત પુરૂ પાડીને માનવતા મહેકાવી રહ્યું છે. ત્યારે યુવા આર્મી ગ્રુપના સભ્યે પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી છે.

જેમાં મોરબી યુવા આર્મી ગ્રુપના સભ્ય ચિરાગભાઇ ચૌહાણે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. સાથે ચિરાગભાઇ હમેંશા સેવા કાર્યમાં અગ્રેસર રહેતા હોવાથી બહોળા મિત્ર વર્તુળ તરફથી તથા સગા-સંબંધી તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી છે. ત્યારે રક્તદાન કરીને જન્મદિવસ ઉજવવા બદલ યુવા આર્મી ગુપ્રે કાર્યને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.

Related Articles

Total Website visit

1,597,101

TRENDING NOW