Tuesday, May 6, 2025

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની બુથ સમીક્ષા બેઠક યોજાઇ

Advertisement
Advertisement
Advertisement

આમ આદમી પાર્ટી ગુજરાત ધીરે ધીરે ગુજરાતના દરેક ગામો માં પોતાના કાર્યકર્તાઓ બનાવી રહી છે ત્યારે આગામી ચૂંટણી ખૂબ રસપ્રદ રહેશે કેવું તજજ્ઞ કહી રહ્યા છે.

મોરબી: આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયાની આગેવાનીમાં બુથ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દિલ્હી સરકારના ધારાસભ્ય તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ ભાઈ સોરઠીયા ઉપસ્થિત રહેલ હતા. આ સમીક્ષા બેઠકમાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં જનસંવેદના યાત્રા વિશે તેમજ આગામી સમયમાં આવનાર તમામ ચૂંટણીઓમાં લડાઈ કરવા માટે સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ બુથો સુધી જય પોતાના કાર્યકર્તાઓની નિમણૂક કરશે.

આ બેઠકમાં મોરબી શહેર, મોરબી તાલુકા,હળવદ તાલુકા, વાંકાનેર તાલુકા, માળીયા મીયાણા તાલુકા તેમજ ટંકારા તાલુકા ની ટીમ હાજર રહે આ બેઠક ઉપરાંત 70 નવા કાર્યકર્તાઓનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવેલ તેમજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ તરીકે રશ્મિબેન વરમોરા તેમજ ઉપપ્રમુખ તરીકે જ્યોત્સનાબેન ચૌહાણ તેમજ જ્યોતિબેન પરમારની નિમણૂંક કરવામાં આવેલ હતા.

Related Articles

Total Website visit

1,502,776

TRENDING NOW