Sunday, March 15, 2026

ટંકારાના મીતાણા નજીકથી જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના મીતાણા ગામ નજીક ધ્રોલીયા ગામ જવાના રસ્તે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ટંકારા પોલીસે ઝડપી પાડ્યા છે.

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ચોક્કસ બાતમી આધારે મીતાણા ગામેથી ધ્રોલીયા ગામ તરફ જવાના રસ્તે ખુલ્લી ખરાબાની જગ્યામાં ટોર્ચબત્તીના અજવાળે જુગાર રમતા કિશોરભાઈ ધનજીભાઈ દેવડા, ચીરાગ મગનભાઈ દેવડા, ચેતનભાઈ સુંદરજીભાઈ દેવડા, ચીરાગ અશોકભાઈ ભાગીયા, સૌરભ રમેશભાઈ ભાગીયા (રહે. તમામ પ્રભુનગર મીતાણા તા.ટંકારા જી.મોરબી)ને રોકડ રૂ. ૨૪૭૦૦ તથા મોબાઇલ નંગ.૦૭ મળી કુલ રૂ.૩૮૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં પો.સબ.ઇન્સ.બી.ડી.પરમાર તથા સર્વલન્સ સ્કવોડના પો.હેડ.કોન્સ વિજયભાઈ બાર, હિતેષભાઈ ચાવડા, સિધ્ધરાજસિહ રાણા, સિધ્ધરાજસિંહ જાડેજા, ખાલીદખાન રફીકખાન, મહિપાલસિહ બોરાણા, સાગરભાઈ કુરીયાએ સહિતના પોલીસ સ્ટાફએ સફળ કામગીરી કરેલ હતી

Related Articles

Total Website visit

1,597,126

TRENDING NOW