મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ત્રી અત્યાચારના અપહરણના ગુન્હામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે પકડી પાડ્યો છે.
મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય જે પૈકી પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ બાતમી આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સ્ત્રી અત્યાચારના અપહરણ અને પોકસો એકટ હેઠળના ગુન્હાના નાસતો ફરતા આરોપી પ્રવિણજી સદાજી ચૌહાણ (રહે.તિરથ તા.વાવ જી.બનાસકાઠા)ને કેરાલા G.I.D.C ચિયાડા ગામ પાસે પનારા લેમીનેટ કારખાનામાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.





