ટંકારા તાલુકાના સજનપર ગામે ખેતરમાં જુગાર રમતા 11 પત્તાપ્રેમીને ટંકારા પોલીસે દબોચી લીધા છે. અને રોકડ સહિત રૂ.188400 ના મુદામાલ કબ્જે કરી તમામ આરોપી વિરૂધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી આધારે સજનપર (ધુ) ગામે આરોપી ધનજીભાઈ ગોરીયાના પોતાના કબ્જા ભોગવટાવાળી વાડી ખેતરમાં બહારથી માણસો બોલાવી સાધન સગવડ પુરા પાડી જુગાર રમાડતો હોવાની બાતમી આધારે રેડ કરી હતી. અને જુગાર રમતા ધનજીભાઈ દેવરાજભાઈ ગોરીયા, કિશોરભાઈ મોહનભાઈ મકવાણા, દિપકભાઈ નરશીભાઈ ભીસડીયા, મનસુખભાઈ પ્રભુભાઈ કારેલીયા, કાંતિલાલભાઈ નારણભાઈ ભેસદડીયા, મહેશભાઈ રમેશભાઈ ગોરીયા, મહેશભાઈ ધનજીભાઈ સુરેલા, દિપકભાઈ દેવરાજભાઈ ફીસડીયા, અશોકભાઈ ધનજીભાઈ સુરેલા, દિનેશભાઈ શીવાભાઈ દેસાઈ, ધીરૂભાઈ ધનાભાઈ સાબરીયા (રહે.તમામ સજનપર)ને રૂ. ૭૦૪૦૦ તથા મો.સા નંગ.૫ (કિ.રૂ.૧૦૦૦૦૦), મોબાઈલ ફોન નંગ.૯ (કિ.રૂ.૧૮૦૦૦) મળી કુલ રૂ.૧૮૮૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.





