Monday, March 9, 2026

મોરબી: આંતર રાષ્ટ્રીય યુવા દિવસ અનુસંધાને વકતૃત્વ સ્પર્ધા યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા માન્ય આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી.વી.સી ટેક.હાઈસ્કૂલ મોરબી ખાતે કાર્યરત છે. 12મી ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં જન્મેલા મહાન વૈજ્ઞાનિક  ડૉ. વિક્રમ સારાભાઈને ભારતીય ‘અવકાશ-વિજ્ઞાન ના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.

યુ-યુયુત્સવૃત્તિ, વા-વાત્સલ્ય, ન-નમ્રતા જે વ્યક્તિ સત્ય તેમજ યોગ્ય વાત માટે પોતાનો અવાજ ઉઠાવી શકે. બાળકો સાથે વાત્સલ્યભાવે વર્તી સકે અને વડીલો સાથે નમ્રતાથી વર્તતો હોય તે વ્યક્તિ એટલે યુવાન  આંતરરાષ્ટ્રીય યુવાદિન (International Youth Day) આખા વિશ્વમાં ૧૨ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યુવા દિવસનો મુખ્ય હેતુ યુવાનોની આસપાસના સાંસ્કૃતિક અને કાનૂની પ્રશ્નો તરફ ધ્યાન આકર્ષિત કરવાનો છે. ત્યારે તા.૧૨ ઓગસ્ટ “આંતરરાષ્ટ્રીય યુવા દિવસે” આપણાં દેશના યુવાનોની દિશા અને દશા” વિષય ઉપર ઘરે બેઠાં કેટેગરી મુજબ સમય મર્યાદામાં વિડીયો ફિલ્મ બનાવી વક્તુત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં  કેટેગરી મુજબ વધુમાં વધુ સમય લઈ શકાય તે મુજબ વિડીયો બનાવવો. આ વક્તૃત્વ સ્પર્ધામાં આપનાં વિચારો રજુ કરવાં માટે  વિડીયો ફિલ્મ બનાવી કોઈપણ એક વૉટ્સેપ નં. 97279 86386, 87801 27202, 98249 12230 છેલ્લી તા.12 ઓગસ્ટ રાત્રે 9 વાગ્યા સુધીમાં મોકલી આપવા યાદીમાં જણાવાયું હતું.

કેટેગરી-1 (ધોરણ-1,2,3,4)
સમય મર્યાદા 2  મીનીટ,
કેટેગરી-2 (ધોરણ- 5,6,7,8)  સમય મર્યાદા  3  મીનીટ
કેટેગરી -3 (ધોરણ-9,10,11,12)
સમય મર્યાદા 4 મીનીટ
કેટેગરી-4 (કોલેજના વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો તથા વાલીઓ) સમય મર્યાદા 5 મીનીટ

Related Articles

Total Website visit

1,595,186

TRENDING NOW