Monday, March 9, 2026

મોરબીના ઉમિયા સર્કલથી રફાળેશ્વર રોડની બાજુમાં રહેણાંક વિસ્તારમાં ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઉમિયા સર્કલથી રફાળેશ્વર રોડની બાજુમાં રહેણાંક વિસ્તાર માટે ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે ગટરની વ્યવસ્થા કરવા ઇન્ટરનેશનલ હ્મુમન રાઇટ્સના જનરલ સેક્રટરી કાંતિલાલ ડી. બાવરવાએ મોરબી નગરપાલિકાને લેખિત રજુઆત કરી છે.

કાંતિલાલ ડી.બાવરવાએ લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, ઉમિયા સર્કલથી રફાળેશ્વર રોડનું કામ ચાલુ થયેલ છે. આ રોડ પર રહેણાંક વિસ્તારમાં પાણી ભરવાના કારણે રોડ વારંવાર તૂટી જાય છે. જેના કારણે દર વર્ષે રીપેરીંગ કરવું પડે છે. આમ સરકારને ખુબજ મોટો ખર્ચ થાય છે. હાલમાં આ રોડનું કામ ચાલુ કરવામાં આવેલ છે. P.W.D. ના જવાબદાર અધિકારીને પૂછતા આ રહેણાંક વિસ્તારના પાણીની ગટરની જવાબદારી તેઓમાં આવતી નથી. માટે આ રસ્તો બનાવતી વખતે આ પાણીની ગટરની જોગવાઈ આ કામના ટેન્ડરમાં કરવામાં આવેલ નથી. આ વિસ્તાર નગરપાલિકામાં આવતો હોવાથી અને આ રોડ થયા પછી જો ગટર કરવાની થશે તો રોડ તોડવો પડશે. માટે જ્યારે રોડનું કામ ચાલુ છે. ત્યારે જ જો આ ગટરનું કામ કરી નાખવામાં આવે તો પાછળથી રોડ તોડવાની નોબત ના આવે અને રોડની આયુષ પણ વધારે રહે. 

વધુમાં તેમણે લેખિતમાં જણાવ્યું છે કે, આ વિસ્તારના રહેવામાં ગટરનું કામ તાત્કાલિક યુધ્ધના ધોરણે કરવામાં આવે તેમજ આ માટે નગરપાલિકા માટે હાલમાં અવની ચોકડીથી બાપા સીતારામ ચોક સુધી જે પાઈપ નાખીને ગટર કરેલ છે. તેમાં આ ગટરનું કનેશન આપી શક્ય તેમ છે. તો આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહી આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.  

Related Articles

Total Website visit

1,595,204

TRENDING NOW