Tuesday, March 10, 2026

મોરબીના બિલીયા ગામે 100 ટકા કોરોના વેક્સીન કામગીરી પૂર્ણ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના તાલુકાના બિલીયા ગામે 100 ટકા કોરોના વેકસીનેશન કામગીરી પુર્ણ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શાળાના સંકુલમાં કુલ કોરોના રસીકરણના છેલ્લા ત્રણ માસમાં 10 કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગઇકાલે તા.5 ના રોજ છેલ્લો કોરોના રસીકરણ કેમ્પમાં બિલીયા ગામના 18 વર્ષથી ઉપરના 748માંથી 745 લોકોએ કોરોના રસી મુકાવી હતી.

કોરોના વેક્સિન કામગીરી પુર્ણ થતાં જીલ્લા આરોગ્ય અધિકારી બાવરવાભાઈ, તાલુકા આરોગ્ય અધિકારી કોટડીયાભાઈ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત વેક્સિનેશન કામગીરી કરવા 10 કેમ્પ કરેલ જેમાં પ્રાથમિક તાલુકા સ્કુલના સંકુલનો ઉપયોગ અને આચાર્ય તેમજ તેમના સ્ટાફના સહકાર તથા પેટા આરોગ્ય કેન્દ્ર બીલીયા તેમજ આંગણવાડીના સ્ટાફની કામગીરીને બિરદાવી સંરપંચ કાંતિલાલ પેથાપરાએ આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Total Website visit

1,595,213

TRENDING NOW