મિત્રતાના દિવસો નહીં જમાનાઓ હોય છે…
સાચે જ આ ઉક્તિ સાર્થક થતી હોય એમ લાગે કે જયારે M.M. Science collage MORBI ના વર્ષ 1999 બેચના પાસઆઉટ વિદ્યાર્થીઓ 2017થી દરવર્ષે મળતાં રહે અને વર્ષમાં એક દિવસ ભૂતકાળના અનુભવોને તાજા કરે કે જાણે ભૂતકાળમાં જીવવા ચાલ્યા ગયા હોય……
આમ તો FRIENDSHIP DAY વિદેશી સંસ્કૃતિની દેણ હોય એમ લાગે પણ સ્થળ, સમય, ભાષા ગમે તે હોય પણ મિત્રો વચ્ચેનો પ્રેમ તો એને પર જ હોય ને
આવા જ 1લી ઓગસ્ટના ફ્રેન્ડશિપ ડે ના દિવસે જૂન 1996 થી એપ્રિલ 1999 સાથે ભણ્યા મજાક મસ્તી કરી અને સોનેરી યાદોના પોટલાં બાંધેલ મિત્રો ફરી 2021 માં મળે ત્યારે તો પૂછવું જ શું ? આ બધા મિત્રો 2017થી દરવર્ષે મળતાં રહે છે. સાથે અભ્યાસ કરનારા ઘણા બધા મિત્રો બિઝનેસ, ગવર્મેન્ટ જોબ માટે મોરબીમાં જ સ્થાયી થયેલા છે. કેટલાક મિત્રો પોતાના બિઝનેસ/જોબ માટે મોરબીથી દૂર , ભારતના અન્ય રાજ્યો માં કે કોઈક વિદેશની ધરતી પર બહુ દૂર પણ છે. પરંતુ બધા મિત્રો એક બીજા ને મળતાં રહે અને સંપર્કમાં રહે એ હેતુ થી દરવર્ષે એક વાર અચૂક મળતા રહે છે. મિત્રો મળ્યા તો કેટલાય બદલાયેલા રંગો સાથે….
કેટલાકના પેટ વધ્યા તો કોઈના વાળ ગયા. કોઈ કોઈએ પોતાના બિઝનેસમાં ઊંચાઈના શિખરો સર કર્યા તો કોઈએ શિક્ષણના ક્ષેત્રે નવા આયામ સ્થાપ્યા. વળી કોઈએ વૈજ્ઞાનિક સંશોધનો માં મહારથ હાંસલ કર્યું તો કોઈએ ઢોલીવુડ/બોલીવૂડના કલા અને રંગભૂમિના ક્ષેત્રે અણમોલ પ્રદાન કર્યું. પણ ના બદલાયું હોય કંઈ તો એ હતી જૂની યાદોના સંભારણા. બધા વાતો એ વળગ્યા તો જાણે કે સમય 22-25 વર્ષ પાછળ જતો રહ્યો. બધા 1 ઓગસ્ટના રોજ 3 વાગ્યા થી મિત્રના ફાર્મહાઉસ પર મળ્યા, ચા પાણી પી અને એકઠા થતા ગયા અને જૂની યાદોના પ્રવાહમાં તણાતાં ગયા…
સાંજે સહુએ સાથે ભોજન લીધું અને ત્યાર બાદ પણ એક દોઢ કલાક વાતોની ઝપઈટુ કરી. અને છેલ્લે ફરી મળવાના સમય તારીખ નક્કી કરી ને છુટા પડ્યા. બસ બધા ને એવું લાગ્યું કે ભગવાન જ્યાં લોહીના સંબંધોમાં એક બીજાને બાંધવાનું ભૂલી જાય એ બધાને એ મિત્રો બનાવીને પોતાની ભૂલ સુધારી લેતા હશે……..





