મોરબી: કબીર શેરી નજીક તીનપત્તીનો જુગાર રમતા ૩ પતાપ્રેમીઓને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીની કબીર શેરી નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી કમલેશભાઈ મણીલાલ મકવાણા અને જીતેન્દ્રભાઇ રશીકલાલ બાળા (રહે બંને સોની બજાર કબીર શેરી. મોરબી) તથા વિનોદભાઈ જયંતીલાલ ખાખી (રહે. વાવડી રોડ ગાયત્રી સોસાયટી. મોરબી) નેં રોકડ રકમ રૂ. ૧૧,૩૦૦ નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





