માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામે બાઈક ચોરાઈ હોવાની ફરીયાદ માળીયા (મી) પોલીસ મથકે નોંધાઇ.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામે રહેતા વિપુલભાઈ ખેગાંરભાઈ ખીમાણીયા (ઉ.વ.૨૫) નું ગત તા.૨૮-૦૭-૨૦૨૧ના રોજ કોઇપણ સમયે ફરીયાદી નું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નં-GJ-36-AA-7360 (કીં.રૂ.૫૦,૦૦૦) વાળું પોતાના ઘરના ફળિયામાં રાખેલ હોય જે કોઈ અજાણ્યો ચોર ઈસમ ચરી કરી ગયો હોવાની માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. આ બનાવમાં ફરીયાદનાં આધારે પોલીસે ચોરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.





