Sunday, March 8, 2026

મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીના લીલાપર રોડ યદુનંદન ગૌશાળા નજીક જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ યદુનંદન ગૌશાળા નજીક જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા આરોપી વિમલભાઈ જયસુખભાઇ ત્રિવેદી (ઉ.વ.૩૬.રહે. લીલાપર રોડ સાત હનુમાન સોસાયટી યદુનંદન ગૌશાળા સામે. મોરબી) તથા મહેન્દ્રભાઈ રતીલાલ પુજાણી (ઉ.વ.૭૦. રહે. મહેન્દ્રપરા શેરી નં-૨૧. મોરબી) નેં રોકડ રકમ રૂ. ૧૦૬૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,092

TRENDING NOW