વાંકાનેર તાલુકાના દલવાડી ગામનાં બસ સ્ટેન્ડ નજીક છરી સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દલવાડી ગામનાં બસ સ્ટેન્ડ નજીક આરોપી સંજયભાઇ ભગવાનજીભાઈ ઉકેડીયા (ઉ.વ.૨૪. રહે. જાંબુડીયા, તા.મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





