હળવદ: હળવદ તાલુક ના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંમાં ખેતીવાળી વિસ્તારમાં અનેક ગૌવંશ પર ભૂતકાળમાં જીવલેણ હુમલાઓ થયા હતા ત્યારે હાલમાં હળવદ શહેરની મધ્યમાં આવેલ દંતેશ્વર દરવાજા અને મામાના ચોરા વિસ્તારમાં કોઈ નરાધમોએ છેલ્લા એક મહિનામાં 3 ગૌવંશને એસિડ એટેક થકી ગંભીર રીતે ઘાયલ કરેલ છે.
ત્યારે પોલીસ તાત્કાલિક ધોરણે આવા અસામાજિક તત્વોને પકડી પાડી અને કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અને લોક મુખે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આવા અબોલ પશુઓની સેવાનો કરી શકીએ તો કઈ નહિ પણ આવી નિર્દયતાથી હુમલાઓ તો ન જ કરવા જોઈએ અને આવી ઘટનાઓથી જ કુદરતી પ્રકોપનો સામનો અને મહામારીઓનો સામનો મનુષ્યો એ કરવો પડે છે ત્યારે આ અંગે સંબંધિત અધિકારી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે.





