Friday, March 13, 2026

હળવદ શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

હળવદ: હળવદ શહેર ભાજપની કારોબારી બેઠક હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાઈ હતી જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીની હાજરીમાં યોજાઈ હતી આ કારોબારી બેઠકની શુભ શરુયાત દીપ પ્રાગટય કરી અને કરી હતી ત્યાર બાદ કોરોના કાળમાં અવસાન પામેલ જીવાત્માઓને બે મિનિટ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવા માટે આહવાન કર્યું હતું. અને વૃક્ષારોપણ – સ્વચ્છતા અભિયાન સહિત પર્યાવરણ બચાવની કામગીરી અને અન્ય સેવાકીય કાર્યો કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી , હસુભાઈ પંડ્યા , જસુબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ પટેલ,નગર.પાલીકા પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ, દાદભાઈ ડાંગર શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ભગત, સંદીપભાઈ પટેલ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે સહિત શહેર ભાજપ અને જિલ્લા ભાજપના કારોબારી સભ્યો, શહેર અને જિલ્લા ભાજપના હોદ્દેદારઓ વિવિધ મોરચાના હોદ્દેદારો સહિત સીનીયર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા કાર્યકરો રવિભાઈ પટેલ ,મેહુલભાઈ પટેલ , અશોકભાઈ પ્રજાપતિ સહિત કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW