Friday, March 13, 2026

વાંકાનેર શહેરી વિસ્તારમાં અવાર નવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોમાં રોષ

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મયુર ઠાકોર વાંકાનેર)

વાંકાનેરમાં મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારથી આજદિન સુધી શહેરી વિસ્તારમાં અવાર નવાર લાઈટ જતી રહેતી હોવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં વરસાદના બે ચાર છાંટા પડતાની સાથે જ વીજ પુરવઠો કલાકો સુધી બંધ રહેતો હોય છે. ત્યારે હાલ સવાલ એ ઉદભવે છે પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી છે કે નહીં જો કરવામાં આવી હોય તો શું આને પ્રિ-મોન્સૂન કામગીરી કહેવાય? અને જો ન કરવામાં આવી હોય તો શું મોન્સૂન બાદ કરવામાં આવશે તે એક વિચારવા જેવી બાબત છે.

હાલ ઉકળાટ તેમજ અસહ્ય ગરમીના વાતાવરણ વચ્ચે પીજીવીસીએલ દ્વારા મનફાવે ત્યારે લાઈટો બંધ કરી દેતા હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને હાલાકી ભોગવી રહ્યા છે રાત્રીના સમયે પણ કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહેતા લોકો પીજીવીસીએલની કામગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે લોકોમાં માંગ ઉઠી છે કે સત્વરે પીજીવીસીએલ દ્વારા લોકોને સારી સુવિધા પૂરી પાડવામાં આવે અને મેન્ટેનન્સનું કામ લાઈટ કાપના દિવસોમાં પૂરું કરવામાં આવે જેથી કરી અવાર નવાર લાઈટ જવાના કારણે જે હલકી ભોગવવી પડી રહી છે તેમાંથી લોકોને છુટકારો મળે

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW