Friday, March 13, 2026

આહીર એકતા મંચ સંગઠનમાં ગુજરાતના કાર્યકારી પ્રમુખ તરીકે મોરબીના રામભાઈ આહિરની નિમણુંક

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મહેશ આહિર મોરબી)

મોરબી: ગુજરાતમાં જાણીતું સંગઠન આહીર એક્તા મંચ ગુજરાતના કાર્યકારી પ્રમુખ પદ પર સર્વાનુમતે મોરબીના આહીર રામભાઈની નિમણુંક કરવામાં આવી છે. તેમજ પ્રદેશ ઉપપ્રમુખ પદ પર ખાંભાના આહીર અતુલભાઈ અને કુતિયાણાના આહીર જગમાલભાઈ જોટવાની નિયુક્તિ કરવામાં આવી છે.

નવનિયુક્ત આહીર રામભાઈ મિયાત્રાએ જણાવ્યું કે, આહીર એક્તા મંચ ગુજરાતના સ્થાપક આહીર અર્જુન આંબલીયાએ અમને આ પવિત્ર પ્લેટફોર્મ આપ્યું છે. અને એમના પ્રેરક વિચારોથી અમારું સંગઠન સમાજના નાનામાં નાના વ્યક્તિ ને સાથે રાખી આદર્શ સમાજથી આદર્શ રાષ્ટ્ર તરફ સફર કરીશું. અર્જુનભાઈ કહેતા આવ્યા છે કે, જ્યાં સુધી દરેક સમાજોમાં આદર્શ સંગઠન નહિ બને ત્યાં સુધી રાષ્ટ્ર ક્યારેય મજબૂત ના બની શકે. ત્યારે એમના વિચારોથી અમારી મેડિકલ સમિતિ ના સભ્યો કોઈપણ નાતજાત જોયા વગર સમગ્ર ગુજરાતમાં બ્લડ હેલ્પ નું કાર્ય કરે છે. સાથે સાથે દર વર્ષે પર્યાવરણ, વ્યસનમુક્તિ, શિક્ષણ, વગેરે કામો કરે છે. ભવિષ્યમાં ગુજરાતમાં દરેક સમાજને સાથે રાખી શક્ય હોય તેટલા સેવકાર્યો કરી ગુજરાતમાં વધુ આગવી ઓળખ સ્થાપિત કરીશું.

Related Articles

Total Website visit

1,595,566

TRENDING NOW