ટંકારા: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી નિમિત્તે ઓન લાઇન નિબંધ સ્પર્ધા યોજાયેલ હતી. તેમાં ટંકારાની શ્રી ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ડાકા પરી ચંદ્રકાંતભાઈ એ કેટેગરી બી ધોરણ 8 થી 12માં સમગ્ર રાજ્યમાં દ્વિતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. શાળાના આચાર્ય અસ્મિતાબેન ગામી ટ્રસ્ટ નામંત્રી ધનજીભાઈ ઝાલરીયા, કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા, હીરાભાઈ ફેફર તથા ટ્રસ્ટીઓએ હાર્દિક અભિનંદન આપેલ છે.





