છેલ્લા ત્રણ વર્ષથી મોરબી જીલ્લાના અલગ અલગ ઉદ્યોગોના ઉદ્યોગકારો સાથે છેતરપીંડી કરનાર ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ મોરબી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હઓનો ભેદ ઉકેલી આવી પ્રવૃતિ આચરનારા ઇસમોને સત્વરે પકડી પાડવા સુચના આપવામાં આવી હતી. જે અન્વયે ડીવાયએસપી રાધીકા ભારાઇના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિરામીકના માલીકોને વિશ્વાસમાં લઇ એક મહિનામાં મંગાવેલ માલનું પેમેન્ટ આપવાના વાયદા કરી ટાઇલ્સ મંગાવી તેનું પેમેન્ટ નહી આપી વિશ્વાસઘાત કરી આર્થિક લાભ મેળવવા ગુન્હાહિત કાવતરૂ કરનાર ” રાધે એન્ટરપ્રાઇઝ ” ના પ્રોપ્રાઇટર વિરૂધમાં અલગ અલગ ગુના રજી. કરી આગળની તપાસ પો.સ.ઇ. વી.કે.કોઠીયા તથા પો.સ.ઇ. વી.જી જેઠવાને સોંપી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી.
અને સુરતથી આરોપી નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા (રહે. રાજ રેસીડેન્સી, કામરેજ રોડ, સુરત મુળ રહે મોલડી, તા.સાવરકુંડલા, જી.અમરેલી) તથા જગદીશભાઇ શંભુભાઇ જોગાણી (રહે. સૌરાષ્ટ્ર રેસીડેન્સી, પાસોદરા રોડ, કામરેજ, સુરત, મુળ રહે ગામ-વાવેરા, તા.રાજુલા, જી.અમરેલી)ને પકડી પાડવામાં આવેલ છે.
બાદ તપાસ દરમ્યાન ઘટસ્ફોટ થયેલ કે, આ કામના આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં અલગ અલગ પેઢી બનાવી તથા અલગ અલગ મોબાઇલ નબરોનો ઉપયોગ કરી મોરબી જીલ્લાના અલગ અલગ સિરામીકના માલીકો પાસેથી ટાઇલ્સ મંગાવી પૈસા ચુકવતા ન હોવાનું જણાય આવેલ હોય અને મજકુર આરોપીઓ અલગ અલગ સાત મોબાઇલ નંબરોનો ઉપયોગ કરી આવા ગુન્હાઓ આચરતા હોવાનું પણ જણાય આવેલ છે.
આ આરોપીઓ પાસેથી છેતરપીંડીથી મેળવેલ માલ ખરીદનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ ચાલુ છે. મોરબીના અલગ અલગ સિરામીકના માલીકો સાથે છેતરપીંડી આચરેલાનું જણાયેલ છે. અને હાલે આરોપીઓનો નામદાર કોર્ટના ક્રમ અન્વયે સબ જેલ મોરબી ખાતેથી કબ્જો મેળવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે.





