મોરબી ખાતે વર્ષોથી કાર્યરત શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર (નદી) શિક્ષણશ્રેત્રે ઉંચાઈના એક નવા શિખર પર છે. આ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે સ્વ. ડી.કે. પટેલ વર્ષોથી પોતાની સેવા આપતા હતા. જે સેવાને ભુલી શકાય તેમ નથી પરંતુ થોડા સમય પહેલા કોરોના કાળમા તેઓનું અવસાન થયું છે. ત્યારબાદ આ સંસ્થાને ચલાવવા માટે એવા જ સેવાભાવી સંચાલકની જરૂરિયાત હતી. ત્યારે સર્વાનુંમતે વેલજીભાઇ ખોડાભાઈ ઉધરેજા (બોસ)ની કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર (નદી) ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.





