વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર આવેલ રાતીદેવળી નદીના પુલથી આગળ ડમ્પર અને ટ્રેકટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરૂદ ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના કોઠારીયા ગામે રહેતા કરશનભાઇ સોમાભાઇ કોબીયાએ ડમ્પર નં. GJ-12-AU-8441 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.28 ના રાત્રીના સમયે ફરીયાદી પોતાના હવાલાવાળા ટ્રેક્ટર.નં. GJ-03-SS-4748 તથા ટ્રોલી રજી.નં. GJ-03-Z-8510 માં નીરણ ખાલી કરી કોઠારીયા ગામ પરત જતા હોય ત્યારે રાતીદેવળી નદીના પુલથી આગળ રોડ પર પહોચતા ત્યા સામેથી આવતા આઇવા ડમ્પર નં.GJ-12-AU-8441 ના ચાલકે પોતાના હવાલાવાળુ ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ટ્રેક્ટર-ટ્રોલી સાથે સામેથી ભટકાડી ફરીયાદી તેમજ ટ્રેકટરના પંખા પર બેઠેલ સાહેદ હકાભાઇ તથા કીશનને શરીરે મુંઢ ઇજાઓ કરી તેમજ ડમ્પરમાં બેઠેલ ઇસમને પણ ઇજા કરી ડમ્પર ચાલક ડમ્પર મુકી નાશી ગયો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ ધરી છે.





