ટંકારાના હરબટયાળી ગામે રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર છોટાહાથી વાહને રીક્ષાને ઠોકર મારતાં રિક્ષામાં બેઠેલ બાળકને ગંભીર ઇજાઓ પહોચીં હોવાથી તેનું મોત નીપજ્યું હતું. તેમજ અન્ય મુસાફરોને ઇજા પહોંચી હતી. આ બનાવ છોટાહાથી ચાલક વિરૂધ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ ટંકારાના હરબટયાળી ગામે રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર છોટાહાથી નં.GJ36-V-8234ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી વાહન ચલાવી રીક્ષા નં.GJ03-BU-6376ને હડફેટે લીધી હતી. જેથી રિક્ષામાં બેસેલ મુસાફરોને ઈજાઓ પહોચી હતી. જ્યારે વંશ હઠીલા (ઉ.વ.11)ને ગંભીર ઇજાઓ પહોચી હોવાથી તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બાળકના પિતા અરવિંદભાઇ રૂપસિંગભાઇ હઠીલા (રહે.,સજનપર(ઘુ), બાબભાઇ ચકુભાઇ દેસાઇની વાડીમા, તા. ટંકારા)એ છોટાહાથીના ચાલક વિરૂધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ ટંકારા પીએસઆઇ એ.વી.ગોંડલીયા ચલાવી રહ્યા છે.





