વાંકાનેર તાલુકાના ભલગામ નજીક તુલશી હોટલની સામે ગત તા.૨૬/૩/૨૦૨૦૧ કલાક ૧૫/૩૦ દરમ્યાન કામે મરણજનારને કોઇ અજાણ્યા માણસે કોઇ અગમ્ય કારણોસર માથાના પાછળના ભાગે શખ્ત અને બોથડ પદાર્થના ઘા મારી ગંભીર ઇજા પંહોચાડી મોત નિપજાવેલ છે.
અને તપાસ દરમ્યાન સી.ટી.વી.ફુટેઝ આધારે નીચે જણાવેલ શકમંદ ઇસમ બનાવ સમય પહેલા મરણજનારની સાથે જોવામાં આવેલ હોય અને શકમંદ ઇસમ કેશરી કલરની સાયકલ સાથે આંણદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તરફથી આવેલ હોવાનું સી.ટી.વી.કુટેઝ આધારે જણાય આવેલ છે. અને શકમંદ ઇસમ જે સાયકલ લઇને આવેલ હતો. તે બનાવ સ્થળ નજીકથી મળી આવેલ છે. જેથી નીચે જણાવેલ શકમંદ ઇસમની ઓળખ કરવી જરૂરી હોય આ ઇસમ કોઇપણ વિસ્તારમાં જોવામાં આવે તો 02828 220665/ 8200534834 વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. માહિતી આપનાર વ્યકિતનું નામ ગુપ્ત રાખવામાં આવશે





