Thursday, May 1, 2025

મોરબી: સ્વ.મહેન્દ્રભાઈ માતરિયાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પાટીદાર ધામને રૂપિયા 1 લાખનું દાન

Advertisement
Advertisement
Advertisement

સ્વ.મહેન્દ્રભાઈ મનજીભાઈ માતરિયાના ચાર કારખાનાના ભાગીદારો દ્વારા પાટીદારધામને દાન અર્પણ કરી સાચા અર્થમાં શ્રદ્ધાંજલી અર્પી

મોરબી: સ્વ.મહેન્દ્રભાઈ મનજીભાઈ માતરિયાનું ગત વર્ષે દુઃખદ અવસાન થયેલ હતું. તેઓ પાટીદારધામ – મોરબીના ટ્રસ્ટી હતા. તેઓ લેમિકોન વુડલેમ એલ.એલ.પી,લેકમાં પેનલ ઇન્ડ. ફ્લોરિડા સીરામીક,બેન્ટા સિરામિક એમ ચાર ફેક્ટરીમાં ભાગીદારી ધરાવતા હતા. સ્વર્ગસ્થ આત્માની શાંતિ માટે અને એમને શરૂ કરેલ કાર્યને આગળ ધપવવા માટે એમના તમામ કારખાનાના પાર્ટનર દ્વારા 25-25 હજાર લેખે ચાર કારખાના તરફથી રૂપિયા એક લાખની માતબર રકમનું દાન પાટીદારધામને અર્પણ કરી સાચા અર્થમાં શ્રદ્ધાંજલી અર્પણ કરેલ છે. જે રકમ પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જી.પી.એસ.સી.સેન્ટરમાં આવતા વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓ ઉભી કરવા, ક્લાસિસનો ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવશે. પાટીદાર ધામ તેમના તમામ ભાગીદારોનો ખૂબ ઋણ સ્વીકાર કરે છે.

Related Articles

Total Website visit

1,502,623

TRENDING NOW