Saturday, March 7, 2026

મોરબીના સીરામીક ઉદ્યોગકારો તેમજ અન્ય લોકોને કોરોના સંક્રમણથી તકેદારી રાખવા અપીલ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. ત્યારે કોરોના સંક્રમણનથી લોકોએ અને સિરામિક ઉદ્યોગકારોએ તકેદારી રાખવી તે અંગે મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયાએ ઉપાયો જણાવ્યા છે.

જેમાં માસ્ક વગર બહાર ના નિકળો અને વારંવાર હાથ ધુઓ કે સેનીટાઇઝર કરો. સોશ્યલ ડીસટન્સ જાળવો, નાસ્તો કે જમવાનુ ફકત તમે જેટલા ઘરમાં રહેતા હોય તેની સાથે જ કરો બાકી શકય હોય તો જુદા જુદા જમો અને બને તો ઓફીસોમાં સ્ટાફને પણ જુદા જુદા બેસાડો અને ડાયરેક્ટરમાં પણ જે જે એક ઘરમાં રહેતા હોય તેઓ એક સાથે બેસે બાકી જુદા બેસે અને કાર પણ બને તો ઘરમા એક સાથે રહેતા હોય તેમની સાથે જ આવો બને તો અલગ અલગ આવવા જવાનુ વધુ હિતાવહ છે જો તે શક્ય ના હોય તો માસ્ક ફરજીયાત પહેરો અને કારની એસીમાં આઉટસાઇડ એર સીસ્ટમ ચાલુ રાખો.

ઓફીસમાં પાણી શકય હોય તો બધાજ અલગ પીવાનુ રાખો અને ચા પાણી કેન્ટીનના બદલે રેડીમેડ ટી ઉપયોગ કરો, ઓફીસ મા શકય હોય તો વિજીટરની ખુરશીને ટેમ્પરેરી કાઢી નાખો, મીટીગો પણ ઓનલાઇન કરો, ડ્રાઇવર તેમજ કલીનરને ટ્રક આવ્યા બાદ પ્રોડકશન કે બીજા માણસોથી દુર રાખો, કેન્ટીનમાં સંચાલકો પાસે માસ્કનો ફરજીયાત ઉપયોગ કરાવો, બીલ બનાવનાર લોકો ની બારી શક્ય હોય તો ટુ વે સ્પીકર થીયેટર મા ટીકીટ બારીમાં હોય તેવુ વાપરો, રો મટીરીયલ્સ ખાલી કરવા આવતા ડ્રાયવરો કા ટ્રક મા જ બેસે અને કા બહાર ખુલામાં ચાલ્યા જાય તેવી વ્યવસ્થા કરો, વેપારીઓને મુલાકાત ટાળવાનુ કરો . સપ્લાયર્સ ને વિજીટમાં આવવાની મનાઇ કરો

સપ્લાયરોને પેમેન્ટ ઓનલાઇન કરાવો, કોન્ટ્રાકટરને શકય હોય તો જ્યારે આવે ત્યારે તેમના ટેમ્પરેચર ચેક કરીને માસ્ક બધા જ પહેરે તે માટે સુચના આપો અને જે લોકો એકબીજી ફેકટરીમાં જતા આવતા હોય તેમા જોખમ વધુ હોય તેમને વિશેષ તકેદારી રખાવો, કારીગરો પણ માસ્ક પહેરે તે માટે સમજાવો, કોઇ પણ વ્યકિત બિમાર હોય તો તેમને અલગ સુવે તે માટે સુચના આપો, કારીગરોને બધી જ વસ્તુ કેન્ટીનમાં ઉપલ્બધ કરાવો જેથી કરીને તેને બહાર જવુના પડે, જો કોઇ બિમાર હોય શરદી તાવ ના લક્ષણો હોય અને કોરોનાના ડરના કારણે ટેસ્ટીંગ કરવા જ ન જાય તેમને સમજાવી ને હેલ્થની તપાસ કરાવો, લગ્ન પ્રસંગો કે બીજા પ્રસંગો તમે તો ટાળો પરંતુ તમારા ભાગીદાર અને સ્ટાફને પણ ટાળવાનુ કહો, જો કોઇ પણ વ્યકિતને તબિયત નરમ લાગે તો જ્યા સુધી તેની તપાસ કે રીપોર્ટ ના આવે ત્યા સુધી તેમને પોતેજ સેલ્ફ ડીસીપ્લીન મા આવી જવુ જોઇયે અને સરકારની ગાઇડલાઇન નુ પાલન કરવુ જોઇયે

પૈસાની હાયમા પરીવારની સલામતીનું પણ ધ્યાન રાખજો, તમારી ઓફીસ અને ફેકટરી મા સ્વચ્છતા રાખો અને સેનીટાઇજર નો ઉપયોગ કરો અને માસ્ક વગર કોઇ પણ વ્યકિતને પ્રવેશ મનાઇ કરો, આટલુ કરશો તો તમે સલામત રહી શકશો અને તમારો પરીવાર સલામત રહી શકશે અને તમારા કર્મચારી અને પરીણામ સ્વરૂપે ફેકટરી નુ ઉત્પાદન ચાલુ રહી શકશે અને તમારા કારીગરોને પણ રોજીરોટી મળતી રહે અને આખી સીસ્ટમની સાયકલ ચાલ્યા કરે …. હા આટલુ કરવાથી સંક્રમણની ટકાવારી ૧૦૦% ઘટી જશે અને તમે તમારી કંપની ને સલામત રાખી શકશો

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW