Wednesday, June 24, 2026

82 કલ્યાણપુર-દ્વારકા વિધાનસભાના આગેવાનો દ્વારા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી અને વિભાગીય મંત્રીઓ સાથે મુલાકાતદેવભૂમિ

Advertisement
Advertisement
Advertisement

82 કલ્યાણપુર-દ્વારકા વિધાનસભાના આગેવાનો દ્વારા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી અને વિભાગીય મંત્રીઓ સાથે મુલાકાત
દેવભૂમિ દ્વારકા જિલ્લાની 82 કલ્યાણપુર-દ્વારકા વિધાનસભાના વિકાસલક્ષી કાર્યો અને પ્રજાના મૂળભૂત પ્રશ્નોના નિરાકરણ માટે કેબિનેટ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, 82-વિધાનસભાના આગેવાન શ્રી સહદેવસિંહ પબુભા માણેક, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી યુવરાજસિંહ વાઢેર અને જિલ્લા ભાજપ મંત્રી શ્રી ધારણાતભાઈ ચાવડાએ મુખ્યમંત્રીશ્રી સાથે એક મહત્વપૂર્ણ મુલાકાત યોજી હતી. આ મુલાકાત માં વિધાનસભા ક્ષેત્રના વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને તેના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી.
આ ઉપરાંત, વિધાનસભાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે અન્ય વિભાગીય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરવામાં આવી. આમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, નાણાં અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ,ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તથા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ બેઠકોમાં વિવિધ વિભાગો સાથે સંકળાયેલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી અને આગામી સમયમાં આ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે ચર્ચા કરવામાં આવી.
આ મુલાકાતો દ્વારા 82 કલ્યાણપુર-દ્વારકા વિધાનસભાના પ્રજાજનોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને વિકાસની દિશામાં નોંધપાત્ર પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. આગેવાનો દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતથી ક્ષેત્રના વિકાસને નવું બળ મળશે અને પ્રજાની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ આવશે એવી આશા વ્યક્ત કરવામાં આવે છે.

Related Articles

Total Website visit

1,609,184

TRENDING NOW