Sunday, June 7, 2026

હળવદ: સીએનજી રીક્ષામાં બેઠલ મહીલાના ગળામાથી બે તોલાનો સોનાનો પાટિપારોની ચોરી

Advertisement
Advertisement
Advertisement

હળવદ: સીએનજી રીક્ષામાં બેઠલ મહીલાના ગળામાથી બે તોલાનો સોનાનો પાટિપારોની ચોરી

મોરબી: હળવદ શહેરમાં રહેતી મહીલા સીએનજી રીક્ષામા બેસી હળવદથી ધાંગધ્રા તરફ જવા માટે નીકળી હતી ત્યારે બીએસએનએલ એક્સચેન્જ થી આશાપુરા હોટલ વચ્ચે રીક્ષામાં બેઠલ બે અજાણી મહિલાઓએ નઝર ચુકવી મહીલના ગળામાંથી બે તોલાનો સોનાનો પાટિપારો ચોરી કરી લીધી હોવાની ભોગ બનનાર મહીલાએ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં ભવાનીનગર ઢોરામા રહેતા કાજલબેન વિષ્ણુભાઈ સરૈયા (ઉ.વ.૨૫) એ બે અજાણી સ્ત્રીઓ તથા રીક્ષા ડ્રાઈવર વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪-૧૦-૨૦૨૨ ના રોજ સાડા અગીયારેક થી બારેક વાગ્યાના અરસામાં હળવદ શહેર થી ધાંગધ્રા તરફ જઈ રહ્યા હોય ત્યારે આરોપીઓએ પોતાના હવાલાવાળી રીક્ષામાં કાજલબેનને બેસાડી ફરીયાદીની નઝર ચુકવી કાજલબેને ડોકમાં પહેરલ સોનાનો પાટિપારો આશરે બે તોલા કિં રૂ.૬૦,૦૦૦ ના મુદામાલની ચોરી કરી અજાણી મહિલા અને રીક્ષા ચાલક નાસી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર કાજલબેને આરોપી બે મહિલાઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી બે મહિલાઓને હળવદ પોલીસ અને મોરબી એલસીબીની ટીમે ઝડપી લીધી હોવાનું જાણવા મળેલ છે.

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW