Tuesday, March 10, 2026

હળવદ જીઆઈડીસી ના રહેણાક મકાન સામે આવેલ વાળા માંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

હળવદ જીઆઈડીસી ના રહેણાક મકાન સામે આવેલ વાળા માંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો.

હળવદ જી.આઇ.ડી.સી. ખાતે મહિલા આરોપીના રહેણાંક મકાન સામે આવેલ વાડામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે આરોપી મહિલા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

ત્યારે આ અંગેમળતી માહિતી મુજબ હળવદ જી.આઇ.ડી.સી. જી.ઈ.બી. સબ સ્ટેશન પાછળ રહેતા આરોપી ગીતાબેન વિનુભાઈ ઉર્ફે પ્રધાનજીભાઈ સોલંકીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાન સામે આવેલ વાડામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૬ કિં રૂ. ૨૨૫૦ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી ગીતાબેન વિનુભાઈ ઉર્ફે પ્રધાનજીભાઈ સોલંકી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,595,233

TRENDING NOW