Sunday, June 7, 2026

હળવદમાં મહીલાના ગળામાથી સોનાના ચેનની ચીલઝડપ કરી બેલડી ફરાર

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં મહીલાના ગળામાથી સોનાના ચેનની ચીલઝડપ કરી બેલડી ફરાર

મોરબી : હળવદમાં મંગળવારે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પોલીસ લાઇન નજીક રસ્તે જઈ રહેલા વૃધ્ધાને નિશાન બનાવી બેલડીએ સોનાના ચેઇનની ચિલઝડપ કરી લેતા ચકચાર જાગી છે.જો કે, સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ ગઇ છે.

મળતી માહિતી મુજબ હળવદ પોલીસ લાઇન નજીક રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં મંજુલાબેન મહાદેવભાઈ પ્રજાપતિ ઉ.62 નામના વૃધ્ધાને નિશાન બનાવી પલ્સર બાઈક ઉપર આવેલા બે બાઈક સવારઓએ ગળામાં ઝોટ મારી સોનાના ચેઇનની ચિલઝડપ કરી નાસી છૂટતા ચકચાર મચી ગઇ છે. જો કે આ ઘટનામાં વૃધ્ધાએ ચેન પકડી રાખતા અડધો ચેન બચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા આરોપીઓ ઓળખાઈ જવાની શક્યતા જોવાઇ રહી છે.

Related Articles

Total Website visit

1,607,788

TRENDING NOW