Thursday, June 18, 2026

હળવદની સરા ચોકડી પાસે રીક્ષામાંથી વિદેશી દારૂની 60 બોટલો સાથે બે ઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

હળવદની સરા ચોકડી પાસે રીક્ષામાંથી વિદેશી દારૂની 60 બોટલો સાથે બે ઝડપાયાં

હળવદ માળિયા હાઈવે રોડ ઉપર સરા ચોકડી નજીક સિ.એન.જી રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂની 60 બોટલો સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ માળિયા હાઈવે રોડ ઉપર સરા ચોકડી નજીક આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટા વાળી સી.એન.જી. ઓટો રીક્ષા રજીસ્ટર નંબર -જીજે-૨૪-વાય-૦૧૪૭ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૬૦ કિં રૂ. ૫૧,૬૦૦ તથા રીક્ષા કિં રૂ. ૧,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૧,૫૧,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અજીતકુમાર કાળુભાઇ ઓણેસા (ઉ.વ.૨૮) રહે. પીપળીધામ ભરવાડવાસ તા.પાટડી જી.સુરેંદ્રનગર તથા અરમાન ઇકબાલભાઇ જુણેઝા (ઉ.વ.૨૧) રહે. રણછોડનગર તા.જી.મોરબીવાળાને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,569

TRENDING NOW