Tuesday, June 30, 2026

હળવદના સુસવાવ ગામના પાટીયા પાસે ટ્રેક્ટર સાથે બાઈક ભટકાતાં મહિલાનું મોત: એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

Advertisement
Advertisement
Advertisement

હળવદના સુસવાવ ગામના પાટીયા પાસે ટ્રેક્ટર સાથે બાઈક ભટકાતાં મહિલાનું મોત: એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

હળવદ: હળવદ તાલુકાના સુસવાવ ગામના પાટીયાથી આગળ ડીવાઈન બોર્ડ પ્રાઈવેટ લિમિટેડ કારખાનાની સામે રોડ ઉપર બાઈક સાથે ટ્રેકટર અથડાતાં મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ પાયલબેન રાજેશભાઈ હમીરપરા (ઉ.વ.૧૯) રહે. જેતપર ગામ તા . મોરબીવાળાએ આરોપી ટ્રેક્ટર રજીસ્ટર નંબર – જીજે -૧૩-સી.એ.-૯૮૫૬ ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૧૧-૨૦૨૩ ના રોજ ફરીયાદી તથા સાહેદ હળવદ થી માળીયા જતા હાઇવે રોડ ઉપર પોતાના ભાઇનુ મોટરસાયકલ નં – GJ-36-AQ-2585 વાળુ લઇને જતા હતા ત્યારે સુસવાવ ગામના પાટીયાથી આગળ ડીવાઇન બોર્ડ પ્રા. લીમીટેડ કારખાનાની સામે પહોચતા ટ્રેકટર રજીસ્ટર નંબર – જીજે-૧૩-સી એ -૯૮૫૬-ના ચાલકે પોતાના કબ્જા વાળુ ટ્રેકટર પૂરઝડપે અને બેફામ રીતે બેદરકારીથી રોંગ સાઇડમા રોડ ઉપર ચલાવી મોટરસાયકલ સાથે ભટકાડી ફરીયાદી તથા પ્રકાશભાઇ ચંદુભાઇને ગંભીર ઇજા કરી તથા હેતલબેનને ગંભીર ઇજા કરી મોત નીપજાવી સ્થળ પર પોતાનુ વાહન મુકી આરોપી નાશી ગયો હતો. આ બનાવ અંગે પાયલબેને આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ), તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,747

TRENDING NOW