વાંકાનેર: પ્રેમ સંબંધનો ખાર રાખી બે શખ્સો અપહરણ કરી યુવાનને ધોકા વડે ફટકાર્યો
વાંકાનેર: વાંકાનેરમાં પ્રેમ સંબંધનો ખાર રાખી બે શખ્સોએ યુવાન ગાડી લઈને જતો હતો ત્યારે ગાડીમાં ચડી જઈ સાઈડમાં બેસાડી અપહરણ કરી રાજકોટના બામણબોર લઈ જઈ નીચે ઉતારી ધોકા વડે મારમારી યુવાનનો ફોન પડાવી લીધો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને આરોપીઓ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સવશીભાઈ કાનાભાઇ ઘાંઘળ (ઉ.વ.૩૭) જાની વડલા ગામ તા. ચોટીલા જી. સુરેન્દ્રનગરવાળાએ આરોપી નારણભાઈ બેચરભાઇ, નાનુભાઈ કમાભાઈ, નાજાભાઈ માત્રાભાઈ, વિપુલભાઈ ખીમાભાઇ રહે. બધા રહ. જાની વડલા તા. ચોટીલા જઈ. સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૧૧-૨૦૨૩ ના સવારના દસ-સાડા દસ વાગ્યાના અરસામાં આરોપીઓ ફરીયાદીને આરોપી નારણભાઈની બહેન સાથે પ્રેમસબંધ હોય જે બાબતે ખાર રાખી આરોપી નારણભાઈ તથા નાનુભાઈ ફરીયાદી ટ્રક લઇને જતા ત્યારે ટ્રકમા ચડી ફરીયાદીને સાઇડમા બેસાડી અપહરણ કરી આરોપી નાનુભાઈએ ગાડી ચલાવી ફરીયાદીને બામણબોર લઇ જઇ ટ્રક નીચે ઉતારી આરોપી નારણભાઈ તથા આરોપી નાનુભાઈએ પકડી રાખી આરોપી નાજાભાઈ તથા વિપુલભાઈએ ફરીયાદીને ધોકાથી શરીરે માર મારી, ફરીયાદીનો વીવો કંપનીનો મોબાઇલ ફોન કી.રૂ.૨૦,૦૦૦/- વાળો પડાવી લીધો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર સવસીભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૬૫,૩૮૪,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





