હળવદના સાપકડા ગામે વૃદ્ધ પર ત્રણ શખ્સોએ બંદુક વડે કર્યું ફાયરીંગ
હળવદ: હળવદ તાલુકાના સાપકડા ગામે ભાયું ભાગની જમીન બાબતે અગાઉ તકારાર થયેલ હોય જે બાબતનો ખાર રાખી વૃદ્ધ પર ત્રણ શખ્સોએ બંદુક વડે ફાયરીંગ કરી ઈજા પહોંચાડી હતી આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પ્રભુભાઈ મગનભાઇ ચાવડા (ઉ.વ.૬૦) રહે. સાપકડા ગામ તા. હળવદવાળાએ આરોપી હરેશભાઈ દલુભાઈ ચાવડા, ભાવેશભાઇ હરેશભાઈ ચાવડા, પ્રકાશભાઇ હરેશભાઈ ચાવડા રહે ત્રણેય સાપકડા ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩-૧૦-૨૦૨૩ ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગે ફરીયાદી તથા આરોપીઓને તેમની ભાયુ ભાગે આવેલ જમીન બાબતે અગાઉ જમીન તકરાર બાબતે સામસામી ફરીયાદો કરેલ હોય જેનો ખાર રાખી ત્રણેય આરોપીઓ અચાનક આવી ફરીયાદીને જાન થી મારી નાખવાના ઈરાદે આરોપી હરેશભાઈ પોતાના હાથમા રહેલ બંદુક માંથી ભડાકો કરી ફરીયાદીને ડાબા પગના ઢીંચણની નીચે ઈજા કરી તેમજ આરોપી ભાવેશે પોતાના હાથમા રહેલ બંદુક માંથી ભડાકો કરતા ફરીયાદીને ડાબા પગે ઢીંચણથી ઉપર ના ભાગે તથા પેટના ભાગે ઈજા કરી તેમજ આરોપી પ્રકાશે તેના હાથમા પાઈપ લઈ ફરીયાદીને મારવા દોડ્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર પ્રભુભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૭, ૧૧૪, તથા આર્મ્સ એક્ટ કલમ -૨૫(૨બી)(એ),૨૭ તથા જી. પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





