Tuesday, June 23, 2026

હળવદના માલણિયાદ ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

Advertisement
Advertisement
Advertisement

હળવદના માલણિયાદ ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

હળવદ: હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં જયપાલસિંહ સુરૂભા રાઠોડની વાડીએ પરણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું હતું.

મળતી માહિતી મુજબ મુળ પંચમહાલ જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં જયપાલસિંહ સુરૂભા રાઠોડની વાડીએ રહેતા અસ્મિતાબેન રણજીતભાઇ ગરાસીયા (ઉ.વ.૨૫) એ ગત તા. ૩૦-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે કોઇ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી જતા પ્રથમ ખાનગી હોસ્પિટલ વઢવાણ, સુરેન્દ્રનગર ખાતે સારવારમાં કરાવેલ અને ત્યાંથી ગોધરા સીવીલ હોસ્પિટલમાં સારવાર કરાવી ત્યાંથી ખાનગી હોસ્પિટલ ગોધરા ખાતે સારવાર દરમ્યાન અસ્મિતાબેનનુ મોત નિપજ્યું હતું. પરણીતાનો બે વર્ષનો લગ્ન ગાળો છે. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,090

TRENDING NOW