Sunday, June 21, 2026

હળવદના ખેતરડી ગામ નજીક દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

હળવદના ખેતરડી ગામ નજીક દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં

હળવદના ખેતરડી ગામ નજીક બે શખ્શોએ ૧૦૦ લિટર જેટલા દેશી દારૂ સાથે પકડી પાડવામાં આવ્યા છે.ઉપરાંત તેમની પાસે થી અન્ય મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે જાણવા મળતી માહિતી મુજબ હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખેતરડી ગામ નજીકથી નરવીનભાઈ ઉર્ફે લાલો ભાવુભાઈ નંદેસરિયાને બાઈક ઉપર 100 લીટર દેશી દારૂ અને ધર્મદીપભાઈ પ્રતાપભાઈ તકમડીયા નામના યુવાનને બાઈક ઉપર 50 લીટર દેશી દારૂ લઈને જતા રંગે હાથ પકડી પાડી દેશી દારૂ તેમજ બે મોટર સાયકલ મળી કુલ રૂપિયા 73 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.ઉપરાંત તેમના વિરૂદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,608,948

TRENDING NOW