હળવદ: કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને સાત વર્ષ પૂર્ણ થતાં ગુજરાતભરમાં વિવિધ સેવાકીય કાર્યો થકી ઉજવણી થઇ રહી છે. તે અંતર્ગત હળવદ ખાતે આવેલ ઐતિહાસિક અને રમણીય સામંતસર સરોવરમાં સ્વચ્છતા અભિયાન હળવદ શહેર ભાજપ તથા હળવદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયું છે.
આ સરોવર બારે માસ નર્મદાના નીરથી ભરેલું હોય છે. ત્યારે કેનાલમાંથી પાણીની સાથે લિલ અને સેવાળ પણ આવતી હોય તેના કારણે લીલ સેવાળ તળાવકાંઠે એકત્ર થતુ હોય છે. જેના લીધે તળાવના કાંઠે અતિશય ગંદકી થઈ હતી. તેથી ત્યાંથી પસાર થતાં નગરજનોને દુર્ગંધ તથા ગંદકીના લીધે પરેશાનીનો સામનો કરવો પડતો ત્યારે હળવદની આન બાન શાન એવા સામંતસર સરોવર કાઠે થયેલ ગંદકીને સાફ કરવા સ્વચ્છતા અભિયાન હાથ ધરવા હળવદના નગરજનોની માંગ ઉઠવા પામી હતી. ત્યારે સેવા સપ્તાહ અંતર્ગત હળવદ નગરપાલિકા અને હળવદ શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન ખૂબ મોટા પ્રમાણમાં રોકેટ ગતિએ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં હોળકા મંગાવી અને આ કાર્યમાં સરળતાથી અને ઝડપી કામ થઈ શકે તે રીતે આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
તેમાં વિસ્તારના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, ભાજપના પીઢ આગેવાન બીપીનભાઈ દવે, નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, મહામંત્રી રમેશભાઈ દલવાડી, સંદીપભાઈ પટેલ, શહેર યુવા પ્રમુખ તપન દવે, સભ્ય કમલેશ ધારીયા પરમાર, અશ્વિન કણજારીયા, ધર્મેશ જોશી, અશોક પ્રજાપતિ, મેહુલ પટેલ સહિત શહેર ભાજપના કાર્યકર તથા નગરપાલિકાના કર્મચારીઓ આ સેવાકાર્યમાં જોડાયા હતા.






