Saturday, June 6, 2026

મોરબીના ટીંબડી ગામ નજીકથી કારમાં વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ટીંબડી ગામ નજીક કારમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને મોરબી તાલુકા પોલીસ ટીમે ઝડપી લીધો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકામાં પીપળી તરફ જતા રોડ ઉપર ટીંબડી ગામ પાસેથી પસાર થતી મારૂતિ કંપનીની ઇકો કાર રજી.નં.GJ-12-BT-8750 ને રોકી પોલીસે તલાસી લેતાં કારમાંથી આધાર વગર અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નં.15 (કી.રૂ. 5355) તથા બીયર ટીન નં. 6 (કિં.રૂ. 600) મળી આવ્યો હતો. જ્યારે આ વિદેશી દારૂની બોટલો અને ટીન વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા મહાવિરસિંહ પ્રવિણસિંહ જાડેજા (રહે.કામધેનું પાર્ટી પ્લોટ પાસે મોરબી)ને ઝડપી લઈ વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ. 1,05,955નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Related Articles

Total Website visit

1,607,763

TRENDING NOW