Saturday, March 14, 2026

“સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ” નિમિતે ટાટા અંપ્રેટિસ સ્કૂલ ખાતે રમતોત્સવ…

Advertisement
Advertisement
Advertisement

શ્રી સ્વામી વિવેકાનંદ નો “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો” આ મંત્રનો ભારત ના યુવાઓ માટે આ એક જીવન મંત્ર છે. અને તા:-12/01/2024 ના રોજ ‘શ્રી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ’ નિમિત્તે સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઓખા નગરપાલિકા સંયોજક ભાર્ગવ તન્ના દ્વારા વિલુપ્ત થતી જૂની રમતોને જીવંત કરવા માટે અને યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે આજરોજ ‘ રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે ટાટા અંપ્રેટિસ સ્કૂલ માં ‘સ્વામી વિવેકાનંદ રમતોત્સવ’ નુ આયોજન કરવામાં આવ્યું. જેમાં TTI તેમજ Tata Strive વિભાગ એ વિવિધ રમતો માં ભાગ લીધો હતો. જેમાં દેવભૂમિ દ્રારકા જીલ્લા ભાજપ ના મહા મંત્રી યુવરાજસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ યુવા મોરચા ના મહામંત્રી આનંદભાઈ‌ હરખાણી દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચા ના મંત્રી રવિભાઈ પરમાર અપ્રેંટીસ સ્કૂલ ના સંચાલક પંકજભાઈ વારિયા જજ માં તાલુકા શાળા ના આચાર્ય ધરાબેન કાનાણી મહેશ સર ખુશાલભાઈ ધોકાઈ હતા. તેમજ TTI તેમજ tata strive ના શિક્ષક ગણ સુનિતાબેન, માલાબેન,દૃષ્ટિબેન તેમજ અન્ય શિક્ષક ગણ ઉપસ્થિત રહી યુવાઓને પ્રોત્સાહિત કરી પુરસ્કૃત કર્યા હતા.

Related Articles

Total Website visit

1,596,987

TRENDING NOW