સરપંચ પરિષદ ગુજરાત પ્રદેશ મહિલા પ્રભાગના કારોબારી સદસ્ય તરીકે દેવઈબેન કાનગડને નિયુક્ત કરાયા
રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઠાકુર ચંદનસિંહ, રાષ્ટ્રીય મહાસચિવ મુકેશ સખીયા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મહેશદાન ગઢવી, ગુજરાત પ્રદેશ મહિલા પ્રભાગ અધ્યક્ષ પ્રીતિબેન વેકરીયા દ્વારા પશ્ચિમ ગુજરાત ઝોન મહિલા પ્રભાગ અધ્યક્ષ તરીકે જાણીતા ઉદ્યોગપતિ અને આહીર સમાજના ભામાશા એવા અરજણભાઇ કાનગડના પત્ની દેવઇબેન કાનગડ-અંજાર-કચ્છ ની નિમણૂક કરવામાં આવેલ છે.
હોદ્દાની રૂએ દેવઇબેન કાનગડ સમગ્ર ગુજરાત પ્રદેશ મહિલા પ્રભાગના કારોબારી સદસ્ય તરીકે પણ નિયુક્ત કરાયા છે. પશ્ચિમ ગુજરાત ઝોન ના સુરેન્દ્રનગર, મોરબી, પશ્ચિમ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પૂર્વ કચ્છ જીલ્લાના જીલ્લા અધ્યક્ષ- જીલ્લા મહામંત્રી સહિતનાં અન્ય હોદેદારો અને તમામ તાલુકામાં તાલુકા અધ્યક્ષ/મહામંત્રી સહિતનાં હોદેદારોની નિમણૂંક કરવાની ભલામણ કરી શકશે. દેવઇબેન અરજણભાઇ કાનગડ ને મો. 9909012711 પર શુભેરછા પાઠવી ઉપયોગી બનશોજી…વધુ વિગતો માટે સરપંચ પરિષદ ગુજરાતની હેલ્પલાઇન : 6353395375 પર મેસેજ કરી શકો છો.





