શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ,મોરબી ના પ્રમુખ શ્રી પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ
(સ્પીડ ટેલિકોમ,મોરબી વાળા) ના પિતાશ્રી સ્વ.સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણ ની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે પંકજભાઈ ચૌહાણ દ્વારા સમસ્ત મોચી સમાજ મોરબી ના
ધોરણ 1 થી 12 ના 60% ઉપર ના ટકા આવેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ 6 નંગ ફુલસ્કેપ નોટબુક અને બોલપેન
તથા
LKG અને UKG ના બાળકો ને સ્કૂલ બેગ
તથા
ધોરણ 10 અને 12 ના 80% થી ઉપર આવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
આ કાર્યક્રમ શ્રી સિદ્ધિ વિનાયક વાડી,સત્યમ પાન વાળી શેરી,શનાળા રોડ,મોરબી ખાતે રાખવામાં આવેલ.
આ સંપૂર્ણ કાર્યક્રમ માં શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ના બધા ટ્રસ્ટીગણ,કારોબારી સભ્યો અને મોચી સમાજ ના લોકો નો ખૂબ સારો સાથ સહકાર મળેલ એ બદલ પ્રમુખશ્રી પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ સર્વેનો ખુબ ખુબ આભાર માને છે










