Sunday, June 7, 2026

વ્યાજ લીધેલ પૈસાનું વ્યાજ ચૂકવી દીધેલ છો છતાં પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદ નોંધાઈ…

Advertisement
Advertisement
Advertisement

વ્યાજ લીધેલ પૈસાનું વ્યાજ ચૂકવી દીધેલ છો છતાં પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદ નોંધાઈ…

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ફરિયાદી રીટાબેન ના પતિ ગોરધનભાઇ નથુભાઇ માંડવીયાએ આ કામેના આરોપી ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા પાસેથી એક વર્ષ પહેલા ૨૦૦૦૦ રૂપીયા માસીક પાંચ ટકાના દરે વ્યાજે લીધેલ હોય જે એક મહીના પહેલા સાહેદ ગોરધનભાઇએ આરોપી ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા ને હીસાબ કરી ૩૬૦૦૦ વ્યાજ સહીત ચૂકવી દીધેલ હોય તેમ છતા આરોપી ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા એ ફરી.ના ઘરે જઇ વ્યાજના વધુ ૩૦૦૦ રૂપીયાની બળજબરથી ઉઘરાણી કરી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી જયદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા વાળાએ સાહેદ- ગોરધનભાઇને આરોપી ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા સામે કેમ બોલેલ છે. તેમ કહી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની પાસેની કાળા કલરની ૭૧૧૧ નંબરની ફોરવ્હીલ કાર લાઇ આવી પોતાની પાસેની પોતાના પિતાએ આપેલ રીવોલ્વરથી હવામાં ફાયરીંગ કરી ફરી. તથા સાહેદોને ડરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં બન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી મે. કલેકટર સાહેબ મોરબીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત ફરિયાદ નોંધવામાં આવે છે. તારે આ કામના આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,607,817

TRENDING NOW