Monday, June 22, 2026

વિહળધામ પાળીયાદ ખાતે અમાસ ની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ…

Advertisement
Advertisement
Advertisement

વિહળધામ પાળીયાદ ખાતે અમાસ ની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ…

આજ રોજ તા.૨૫/૦૬/૨૦૨૫ ને બુધવાર ના રોજ પ.પુ.શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે અમાસ ની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ…
લાખો ભાવિક ભક્તો અને સેવકો લોકો ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરવા સાથે પ્રાર્થના અને દુખ દર્દ પીડા મટાડવા ના શ્રદ્ધા ભાવ થી રોકડીયા ઠાકર ના દર્શને આવે છે…
૨૫૦ વર્ષે થી પણ જૂની દેહાણ પરંપરા ની પરમ પુજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા કે જયા વર્ષો થી ધર્મ ના ત્રણ ત્રણ ધજાગરા ભજન ભોજન અને ભક્તિ ના ભાવ થી ઉભા છે જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો ના સૂત્ર ને સાર્થક કરવા રોટલો ને ઓટલો દિવસ ને રાત ચોવીસ કલાક મળી રહે છે…
પરમ પુજ્ય શ્રી વિસામણબાપુ દ્વારા ૨૨૭ વર્ષ પહેલા ઘી ગોળ ને ચોખા નો પ્રસાદ નો સદાવ્રત શરૂ કરેલ તે સદાવ્રત રૂપી સેવાગંગા આજે પણ અવિરત શરૂ છે ખૂબ શ્રધ્ધાળુ , યાત્રિકો અને દિનદુખીયા અહીં પ્રસાદ નો રોજે લાભ લે છે જ્યારે અમાસ ના પ્રસાદ માટે લાખ થી સવા લાખ માણસો પ્રસાદ લે છે…
પુજ્ય શ્રી નાના ઉનડબાપુ એ ભાવિકો ને અમાસ ના દિવસે અમાસ ભરવી અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન તેમજ અમાસ ના દિવસે ધજા ચડાવવી એવી પરંપરા શરૂ કરેલ જે આજ દિવસ સુધી શરૂ છે…
જે કોઈ સેવક ની ધજા અને રસોઈ લખાવેલ હોય એમને દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજા નો લાભ મળે છે અમાસ ના દિવસે ધજા અને રસોઈ ના યજમાન પરીવાર ને પ્રથમ બ્રાહ્મણો દ્વારા ધજા નુ પૂજન કરાવવામા આવે છે ત્યાર બાદ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ધજા ને પરીવાર ના લોકો માથે ચડાવી ધજાગરા પાસે આવે છે અને ત્યાં પાળીયાદ જગ્યાના મહંત ગાદીપત્તી ધજા ને વધાવે છે અને નમન કરી માથે ચડાવે પછી ધજા ચડાવવામા આવે છે આ કાર્યકાળ દર અમાસ ના દિવસે હોય છે અને પાળીયાદ ના શ્રધ્ધાળુ ભાવિકો દર અમાસ ભરવા અને દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામા અને દૂર દૂર થી આવે છે આ સંખ્યા આજની તારીખે ભાવિકો ની વધતી વધતી એક લાખ થી પણ વધી ગઈ છે…
અમાસ ના દિવસે પાળીયાદ મા એક માનવ મેળા જેવો માહોલ હોય છે
ખૂબ લોકો આવે છે અને પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ની સમાધિ સ્થાન દેવળે માથુ નમાવી માનતા કે પ્રાર્થના કરે છે ને આશીર્વાદ મેળવે છે ને પાળીયાદ ના ઠાકર ને રોકડીયો ઠાકર કહેવામા આવે છે મન ની ઈચ્છા જલ્દી પુરી કરે છે…
શ્રધ્ધાળુ ત્યાં વંશ પરંપરાગત ના ઠાકર અને મહંત ની સમાધિ સ્થાન દેરીએ માથુ નમાવી દર્શન પ્રાર્થના અને આશીર્વાદ મેળવે છે અને વર્તમાન મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુ ના ચરણ સ્પર્શ કરી અને બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ ના દર્શન કરી અને જગ્યા ના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિ ના કાયમી સદસ્ય પુજ્ય શ્રી ભયલુબાપુ ના દર્શન કરી ને વિસામણબાપુ ના જન્મ સ્થળ ઓરડા ના દર્શન અને પરચા પૂરતો પાણી નો અવેડો જેનુ ચરણામૃત લઈ ને અહી ની ગૌસેવા માટે બનાવેલ શ્રી બણકલ ગૌશાળા કે જ્યાં 750 થી વધુ ગાયો છે એની મુલાકાત લે છે ત્યારબાદ ભોજન પ્રસાદ આરોગે છે અને ખૂબ ધન્યતા દિવ્યતા અનુભવે છે અને પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે…
પગપાળા દર્શને પણ ખૂબ લોકો આવે છે જે અમાસ ની આગળ ના દિવસે રાત્રી ના સમયે આ ભાવિકો આવી જાય છે ને ઉતારો કરે છે આવી રીતે અમાસ નો આખો દિવસ પાળીયાદ મા શ્રધ્ધાળુ ની ખૂબ ભીડ અને ઉત્સાહ અને ઉમંગ સાથે પસાર થાય છે…
પુજ્ય વિસામણબાપુ ની જગ્યા મા ખૂબ શ્રધ્ધાળુ ને આવકારો ને પ્રેમભાવ જગ્યા ના મહંત શ્રી અને સંચાલકશ્રી અને સેવક સમુદાય દ્વારા આપવામા આવે છે…
રણુજા ના રાજા અને બારબીજ ના ધણી રામદેવપીર ના અવતાર પુજ્ય વિસામણબાપુ ને માનવામા આવે છે અને એના પુરાવા પણ છે અને હજારો પરચા પણ પુરેલા છે
જેમને પાળીયાદ ના ઠાકર ની ઉપમા પણ છે અને રામદેવપીર ના વરદાન પ્રમાણે પેઢીએ પીર અને સવાયા પીર થશે એ પણ વચન નુ સત્ય સમયે સમયે નજરે જોય શકાય છે…
આજ ની આ પવિત્ર સવંત ૨૦૮૧ જેઠ વદ ની અમાસ ના ધ્વજારોહણ અને મહાપ્રસાદ ના દાતાશ્રી બગડ ગામ , હાલ વડોદરા નિવાસી
શ્રી વિનોદભાઈ પિતાંબરભાઈ તુરખીયા તેમજ શ્રી જીગ્નેશભાઈ વિનોદભાઈ તુરખીયા તેમજ
શ્રી નિમેષભાઈ વિનોદભાઈ તુરખીયા તથા સહ પરીવાર તરફથી રાખેલ છે…
અહેવાલ કનુભાઈ ખાચર

Related Articles

Total Website visit

1,609,000

TRENDING NOW